રોગચાળો ફેલાયો : શહેરને રોગગ્રસ્ત થતાં અટકાવો.. વિપક્ષના નેતા અમી રાવતની ભાજપ શાસકોને ઉગ્ર રજૂઆત
પ્રતિમેયરશ્રી & મ્યુનિ.કમિશનરશ્રીવડોદરા મહાનગરપાલિકા
વડોદરા શહેરમાં પાણી જન્ય તથા મચ્છરજન્ય રોગના કેસોમાં ઉછાળાની સામે તાત્કાલિક પગલા લેવાની માંગ.
(૧) તમામ વોર્ડમાંથી દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી ર૫ રેન્ડમ પાણીનાં સેમ્પલનુ તથા ફરીયાદવાળા વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઇ તેનો ડેટા સાર્વજનિક કરવા.
(ર) દરરોજ સરકારી દવાખાનાના આંકડા વિસ્તાર પ્રમાણે સાર્વજનિક કરવા, ગંદા પાણીની સમસ્યા નિવારણ ર૪ કલાકમાં થાય અને જયાં ફરીયાદ હોય ત્યાં વૈકલ્પિક પાણીની વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવી.
(૩) મેલેરીયા / ફાઇલેરીયા વિભાગમાં જયાં ૫ણ સ્ટાફની ઘટ હોય તે તાત્કાલિક હંગામી ઘોરણે ભરતી કરી ઇન્ટ્રાડોમેસ્ટીકની કામગીરી નિયમ પ્રમાણે મેઇનટેઇન થાય તેનુ મોનીટરીંગ કરવાની માંગ છે.
(૪) તમામ સરકારી દવાખાનામાં PHC/CHC વિગેરેમાં તમામ નાગરીકોને ટાઇફોઇડની રસી વિનામુલ્યે મળે રહે તેવુ આયોજન કરવુ.
ઉપરોકત વિષય બાબતમાં જણાવવાનું કે, વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેમાં ઝાડા-ઉલ્ટી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લા એક અઠવાડીયાની વાત કરીએ તો ટાઇફોડ અને કમળા જેવા પાણીજન્ય રોગોના કેસોમાં વધુ જોવા મળી રહ્યા છે. આ સિવાય ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ રહી છે. વધુમાં જણાવવાનું કે પાલિકાના ચોપડે પોઝેટીવ કેસોની વાત કરીએ તો તા.૦૨-૦૧-૨૦૨૩ થી તા.૧૩-૦૭-૨૦૨૩ સુધીમાં પાણીજ્ન્ય રોગો જેવા કે, ઝાડા-ઉલ્ટીના કુલ-૩૨૭૫, ટાઇફોડ કુલ-૨૦૭ અને મચ્છર જન્ય રોગો જેવા કે ચીકનગુનીયા, ડેંગ્યુ અને મેલેરીયાના કુલ-૧૭૩ કેસો નોંધાયેલ છે. ત્યારે વડોદરા કોર્પોરેશન ઘ્વારા યુઘ્ઘના ઘોરણે પગલાં લઇ નીચે જણાવેલ આરોગ્યલક્ષી કામગીરી કરાવવા માંગણી છે.
વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગમાં અચાનક ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે, વર્ષોથી જે પાણીના રેન્ડમ સેમ્પલ લેવામાં આવતા હતા તે કોર્પોરેશને બંઘ કર્યા છે તે સેમ્પલ લેવા પુરતો સ્ટાફ અને પાણીની કવોલીટી અને પાણીના કોન્ટામીનેશનની ચકાસણી થાય તે માટે તાત્કાલિક પુરતો સ્ટાફ પ્રોવાઇડ કરી વહેલીતકે દરેક વોર્ડમાંથી ર૫ રેન્ડમલી સેમ્પલ લેવાય અને જયાં ફરીયાદ હોય ત્યાંથી ૫ણ સેમ્પલ લેવાનુ આયોજન કરવુ.
આ સેમ્પલના રીપોર્ટ કોર્પોરેશનની વેબસાઇટ ઉ૫ર સાર્વજનિક કરવાની માંગ છે, જેથી વેરો ભરનાર નાગરીકોને તેમને કેવુ પાણી આ૫વામાં આવે છે તે જોવાનો અઘિકાર છે અને તે લોકો પાણીના રીપોર્ટ પ્રમાણે સાવચેતી રાખી શકે.
જોવામાં આવ્યુ છે કે જયાં ગંદા પાણીની ફરીયાદ આવે છે ત્યાં વોર્ડ, વિતરણ, પ્રોજેકટ વિભાગ અને ડ્રેનેજ વિભાગના સંકલનના અભાવના કારણે નાગરીકોને દુષિત પાણીનો સપ્લાય મહીનાઓ સુઘી ચાલુ રહે છે તો જયાં જયાં દુષિત પાણીની ફરીયાદ આવે ત્યાં તાત્કાલિક પાણીનુ વિતરણ બંઘ કરી ટેન્કર ઘ્વારા પાણી સપ્લાય આપવો અને યુઘ્ઘના ઘોરણે ર૪ કલાકમાં સમસ્યાનો ઉકેલ આવે તેવુ આયોજન કરવુ.
જે રીતે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીનકગુનીયાના કેસોમાં વઘારો જોવા મળે છે તે જોતાં ઇન્ટ્રાડોમેસ્ટીક, એમ.એલ.ડી., ફોગીંગ વિગેરેની કામગીરી અને ૫બ્લીક હેલ્થ એન્જીનીયરીંગની કામગીરીમાં ઉણ૫ વર્તાઇ રહી છે અને અપુરતા સ્ટાફની ૫ણ ફરીયાદ ઉઠે છે.
ગંદા પાણીનો ભરાવો કન્સ્ટ્રકશન સાઇટ ઉ૫ર તેમજ સ્લમ વિસ્તારમાં જુના ટાયરો, વાસણો તથા કુલરોમાં થાય છે, આ બધી બાબતોના સંયુકત કારણોસર મચ્છરોના ઉપદ્રવમાં ખુબજ વઘારો થયો છે અને ઇન્ટ્રાડોમેસ્ટીકના સ્ટાફની પણ કમી છે જેથી ઇન્ટ્રાડોમેસ્ટીકની કામગીરીનુ મોનીટરીંગ કડક થાય તેનુ આયોજન કરવુ.
ટાઇફોઇડના કેસમાં એકાએક મોટો ઉઠાળો જોવાઇ રહયો છે, ખાનગી દવાખાનામાં તથા સરકારી દવાખાનામાં ૫ણ કેસો નોંઘાઇ રહયા છે ત્યારે તમામ વયના લોકો માટે ટાઇફોઇડની રસી વિનામુલ્યે મળી રહે તેવુ આયોજન કરવું, કારણ કે ટાઇફોઇડ ૫ણ પાણીજન્ય રોગ છે અને કોર્પોરેના વોટર સપ્લાયમાં જે રીતે કોન્ટામીનેશનની ફરીયાદ આવે છે તે જોતા કોર્પોરેશનની નૈતિક જવાબદારી પાણી જન્ય રોગોમાં સ્વીકારવી જ પડે.
-અમી રાવત,નેતા, વિ૫ક્ષ