સ્માર્ટ સિટી અંતર્ગત બસ સર્વિસનો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો..
સ્માર્ટ સિટી અંતર્ગત બસ સર્વિસનો ઈજારો કરી કોર્પોરેશનને કર્યું લાખોનું નુકશાન અને કર્યો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો..
હવે ફરીથી
કૉર્પોરેશનના ખર્ચે ખરીદેલી ઇલેક્ટ્રિક બસો. હવે કોરપોરેશનની પોતાની બસનો વહીવટ કરવા ખાનગી કંપની SPVની રચના કરશે જેમાં કોર્પોરેશનનને કોઈ સત્તા નહી તેવી દરખાસ્ત લાવ્યા છે જે તદ્દન ગેરબંધારણીય છે.અને GPMC એક્ટની વિરુદ્ધ છે.
વિપક્ષી નેતા અમી રાવતે કરી માંગણી..લોકોના વેરાના પૈસાનો વેડફાટ અને ભ્રષ્ટાચાર બંધ કરો.બસ સર્વિસ નું સંચાલન કોર્પોરેશન જાતે કરે..બસનો વહીવટ ડીપા્ટમેન્ટ કરે જે GPMC એક્ટ માં પણ છેઃ.
વિપક્ષ નેતા અમી રાવત નો સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ને લખ્યો પત્ર.. ભ્રષ્ટાચાર બંધ કરો..પ્રજાના નાણાંનો વેડફાટ બંધ કરો.
અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ VMC
વિષયઃ- તા.૧૪-૦૭-૨૦૨૩ ના રોજ મળનાર સ્થાયી સમિતિમાં ઇલેક્ટ્રીક બસ માટે એસ.પી.વી. બનાવવા માટેની દરખાસ્ત આવેલ છે તેને નામંજુર કરવા બાબત.
નેતા અમી રાવતે જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં ઇ-બસો લાવીને શહેરમાં પબ્લીક ટ્રાન્સ્પોર્ટેશન શરૂ કરવાનુ નક્કી કરેલ છે. આ પ્રોજેક્ટને અમે આવકારીએ છે કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ જ્યારથી એસ.પી.વી.એ પબ્લીક ટ્રાન્સ્પોર્ટનુ કામ બંધ કર્યુ ત્યારે વિટકોસ કંપનીને કોન્ટ્રાક્ટથી બસ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો અને તેની સામે કોન્ટ્રાક્ટર વડોદરા મહાનગરપાલિકાને પ્રીમીયમ સ્વરૂપે લાખો રૂપીયા ચુકવતો હતો. ત્યાર બાદ સ્માર્ટ સીટી બની અને ખુબજ હોશીયારીથી સીટી બસ પ્રોજેક્ટને સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં લેવામાં આવ્યો.
એટલે ગંગા ઉધી વહેવા માંડી જે ઇજારદાર વડોદરા કોર્પોરેશનને પ્રીમીયમ પેટે લાખો રૂપીયા ચુકવતો હતો તે સ્માર્ટ સીટીની એસ.પી.વી.કંપની દ્વારા કરોડો રૂપીયા ચુકવતા થયા અને ત્યાર બાદ અનેક વિવાદો આ શહેરબસ સેવા અંતર્ગત થયા.
આજે પણ અમારી લડાઇ સીટીબસના ઇજારદાર પાસે કોર્પોરેશનના કરોડો રૂપીયા નિકળે છે તેની લડાઇ ચાલુજ છે. ત્યારે કોર્પોરેશન હવે ઇ-બસ થકી નાગરિકોની સુવિધા ખાતર શહેરબસ શરૂ કરશે તે આવકારદાયક છે.
પરંતુ આ શહેરી બસ માટે એસ.પી.વી. બનાવવાનો વિચાર છે તે ખોટો છે તેને અમે અક્ષર સહ નકારીને વિરોધ કરીએ છીએ.
સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે શહેરના વિકાસના કામો માટે એક એસ.પી.વી. બનાવવાની ગાઇડલાઇન કરેલ હતી તે અંતર્ગત વડોદરા શહેર પણ એસ.પી.વી. બનાવી જેમાં ચૂટાયેલ પ્રતિનિધિ તરીકે એકજ સ્થાયી સમિતિના અધ્યક્ષને ડાયરેક્ટર બનાવેલ છે
અને બાકી બધા સરકારી અધિકારીઓને બનાવ્યા છે. આ એસ.પી.વી.માં કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અને ચીફ ઓડીટરનો પણ સમાવેશ થયેલ નથી. જે પણ એસ.પી.વી. બની છે તેમાં આ બે મુખ્ય અધિકારીઓનો સમાવેશ કરેલ નથી. જે બતાવે છે કે કોર્પોરેશનના આર્થીક વહીવટો વ્યવહારો અને વહીવટોની ચકાસણી કરે છે તેનો કોઇ એસ.પી.વી.માં લેવામાં આવેલ નથી અને તેની કેટલીય બાબતો બહાર આવતી નથી.
આ બાબતનો વિરોધ અમે જે તે સમયે કરેલ હતો. આજેપણ આ કંપનીના બંધારણની માંગણી સામાન્ય સભામાં કરીએ છીએ પરંતુ તંત્ર દ્વારા આર્ટીકલ્સ ઓફ એસોસીએશનની માંગણી કરીએ છીએ. પરંતુ આજદિન સુધી અમોને મળેલ નથી.
વડોદરા સ્માર્ટ સીટી એસ.પી.વી. દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ કરીશુ તેવા સપના બતાવેલ હતા પરંતુ શું આજે પણ વડોદરા સ્માર્ટ થયેલ છે ખરૂ ? પરંતુ એ બાબતે ચોક્ક્સ છે તેના ઓથા હેઠળ ખુબ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે સ્થાનિક સંસ્થાના વહિવટ માટે ખાનગી કંપની SPV બનાવી એ સ્થાનિક સ્વરાજને મળેલ અધિકારો ઉપર તરાપ છે. શહેરના નાગરિકોની સુખાકારી માટે અને તેઓની મૂળભુત સુવિધાઓ માટે અને તેને લગતા પ્રોજેક્ટો નક્કી કરવાનો કાયદેસરનો અધિકાર ચૂટાયેલા પ્રતિનિધિઓને છે તેથી જ સામાન્ય સભામાં બજેટ બને છે અને તેના ઉપર પોલીસી નક્કી થાય છે. ત્યારે એસ.પી.વી. બનાવવાથી ચૂટાયેલા પ્રતિનિધિઓનો અધિકાર છીનવાય છે. તેથી આ કોઇપણ સંજોગોમાં ચલાવી શકાય નહી.
ઇ-બસ માટે એસ.પી.વી.માં કેપીટલ કોર્પોરેશન જ આપવાની છે અને ત્યાર પછીના વ્યવહારો માટે પણ કોર્પોરેશનના મુખ્યફંડમાંથી કેપીટલ જવાના છે. તો સીટી બસનો વહીવટ કોર્પોરેશન હસ્તક કેમ ન હોય ? સ્માર્ટ સીટીમાં તો કેન્દ્ર અને રાજ્ય સરકારનો મોટો હિસ્સો હતો અને નિયમોમાં એસ.પી.વી. બનાવવાનો ઉલ્લેખ હતો. જ્યારે ઇ-બસ માટે વડોદરા મહાનગરપાલિકા સ્વેચ્છાએ એસ.પી.વી. બનાવી રહી છે જે બનાવવી જોઇએ નહી. જ્યારે એસ.પી.વી.નો તમામ ખર્ચ કોર્પોરેશન ભોગવવાની છે તો પછી તેનો વહીવટ એક કંપની કેવી રીતે કરે. જયારે જી.પી.એમ.સી.એક્ટમાં મુખ્ય ચાર ઓથોરીટી આપેલ છે તે ચાર ઓથોરીટીમાં ટ્રાન્સ્પોર્ટ કમીટી અને ટ્રાન્સ્પોર્ટ મેનેજર તેને ઓથોરીટી તરીકે એક્ટમાં બતાવેલ છે અને સેક્શન-૪ સ્પષ્ટ કહે છે કે જ્યારે કોર્પોરેશન વાહન-વ્યવહાર સંસ્થા સ્થાપે કે પ્રાપ્ત કરે તે પ્રસંગે વાહન-વ્યવહાર મેનેજરની નિમણૂંક કરવી પડે. જી.પી.એમ.સી.એક્ટ ઠેકઠેકાણે આ વાહન વ્યવહારની સંસ્થા માટે અલગ બજેટ બનાવવું તેની જોગવાઇ છે. જે કાયદાની કલમ નં.૯૭ તથા ૯૮ માં દર્શાવેલ છે. કલમ નં.૩૫૧ થી ૩૫૮ સુધી વાહનવ્યવહાર ફંડ બાબતે જોગવાઇ કરેલ છે. એટલે જોવા જઇએ તો તમામ જોગવાઇઓ જી.પી.એમ.સી.એક્ટમાં હોવા છતા તેને બાજુમાં રાખી એસ.પી.વી. બનાવવા જઇ રહ્યા છે તે સદંતર ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે.
-અમી રાવત નેતા, વિપક્ષ
મ્યુનિસિપલ સભાસદ.વડોદરા મહાનગરપાલિકા.